મંદિરની પરિક્રમા કરતા 2400 ફૂટ ઊંડી ખાઇમાં પડી ગયો યુવક, વીડિયો વાયરલ

તમિલનાડુમાં 2400 ફૂટની ઉંચાઇ પર સ્થિત મંદિર સંજીવી પેરૂમલ મંદિરની પરિક્રમા લગાવતા 38 વર્ષીય એક વ્યકિત ખાઇમાં પડી ગયો. તિરુચિરાપલ્લીના મસૂરીમાં રહેતો આ વ્યકિત પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે મનોકામના કરતા પરિક્રમા લગાવી રહ્યો હતો, પરંતુ ત્રીજી પરિક્રમા ફરતી વખતે અરૂમુગમ નામનો વ્યકિતનો પગ લપસી ગયો અને તે 2400 ફૂટ ઉંડી ખાઇમાં પડી ગયો. આટલી ઉંચાઇથી પડી જવાને કારણે વ્યકિતનું મોત થઇ ગયુ. આ ઘટનાથી જોડાયેલો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કેવી રીતે બાકીની લોકોની જેમ જ આ વ્યકિત મંદિરની પરિક્રમા લગાવી રહ્યો હતો કે અચાનક તેનો પગ લપસી જતા તે ઉંડી ખાઇમાં પડી ગયો.

વીડિયોમાં જોઇ શકાય છે, મંદિરની આસપાસ પરિક્રમા ફરવા માટે કોઇ જગ્યા નથી, પરંતુ મંદિરની દિવાલની મદદથી લોકો ખતરનાક અને જીવલેણ પહાડો પર પરિક્રમા લગાવી રહ્યા છે. મૃતક વ્યકિતની ઓળખ અરૂમુગમ છે અને તે એક ઑટો ડ્રાઇવર છે. જોકે આ વ્યકિત એકલો મંદિર આવ્યો હતો અને તરત જ તેના વિશે જાણકારી મળી ન હતી, પરંતુ હવે સોશ્યલ મીડિયા પર વ્યકિતનો વીડિયો વાયરલ થતા તેની પત્નીની ઓળખ થઇ અને તે તરત જ મંદિર પહોંચીને પોલીસને સંપર્ક કર્યો હતો.

તમને જણાવી દઇએ કે,  મંદિર ત્રિચીથી લગભગ 65 કિલોમીટરના અંતરે છે અને ત્યાં દરરોજ ભક્તો પોતાની મનોકામના લઇને આવે છે. માનવામાં આવી રહ્યુ છે કે, આ મંદિરની ફરતે પરિક્રમા કરવામાં આવે તો તેની મનોકામના પૂરી થઇ જાય છે. રિપોર્ટ્સ અનુસાર, ભક્તોની જીવને ધ્યાનમાં રાખીને આ પરિક્રમા પર રોક લગાવવામાં આવી છે, પરંતુ ભક્તો તેના પર ધ્યાન ન આપતા પરિક્રમા કરતા રહે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter