બિહાર : પટના એમ્સમાં પુત્રી મૃત્યુ પામી, પુત્રીની લાશને ખભા પર ઉઠાવી ચાલ્યો મજબુર પિતા!

ઓડિશાના કાલાહાંડીમાં દાના માંઝી નામના આદિવાસી દ્વારા પોતાની પત્નીની લાશને ખભા પર ઉઠાવીને 10 કિલોમીટર ચાલવાની ઘટના હજી લોકોના માનસપટલ પરથી ભૂંસાઈ નથી. પરંતુ હવે આવી ઘટના બિહારની રાજધાની પટનાની નજીકના ફુલવારી શરીફથી સામે આવી છે.

રામબાલક નામનો એક આદિવાસી પોતાની પુત્રીની સારવાર કરાવવા માટે જમુઈથી મંગળવારે પટનાની એમ્સ ખાતે પહોંચ્યો હતો. રામબાલક જમુઈમાં મજૂરી કરે છે અને તે બેહદ ગરીબ છે. તેની પત્ની સંજૂ સાથે પુત્રી રોશનની સારવાર માટે એમ્સ ગયો હતો. પરંતુ બિહારની આટલી મોટી હોસ્પિટલમાં પહોંચ્યા બાદ રામબાલકની પુત્રીનું મોત નીપજ્યું હતું.

માનવતાને શર્મસાર કરતી ઘટનામાં બીમાર પુત્રીને લઈને એમ્સ પહોંચેલા પિતાને ગાર્ડે નોંધણી કરાવવા માટે જણાવ્યું હતું. રામબાલકને નોઁધણી ક્યાં કરવાની અને કેવી રીતે કરવાની તેની જાણકારી ન હતી. તેના કારણે તે એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર વચ્ચે અટવાતો રહ્યો અને તેની મદદ માટે કોઈ સામે આવ્યું નહીં. બીમાર પુત્રીની હાલત બગડી હતી અને તેનું મોત નીપજ્યું હતું.

ગીરીબીને કારણે મૃત પુત્રીની લાશને એમ્બ્યુલન્સથી ઘરે લઈ જવાના તેની પાસે નાણાં ન હતા અને હોસ્પિટલમાં કોઈ તેની મદદ માટે સામે આવ્યું નહીં. આખરે રામબાલકે પોતાની પુત્રીની લાશને ખભા પર ઉઠાવીને પત્ની સાથે બે કિલોમીટર ચાલીને ફૂલવારીશરીફ ટેમ્પો સ્ટેન્ડ પહોંચ્યો હતો અને અહીંથી કોઈ રીતે તે પટના રેલવે સ્ટેશન આવ્યો હતો. ત્યારબાદ ટ્રેન પકડીને પુત્રીની લાશને જમુઈ લઈ ગયો હોત.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage