Video: મલાઈકા અરોરા ખાનનો HOT ડાન્સ

હાલમાં મલાઈકા અરોરા ખાન એમટીવી ઈન્ડિયાના ‘નેકસ્ટ ટોપ મૉડલ સીઝન 3’ને જજ કરી રહીં છે. આ શોમાં તેની સાથે મિલિંદ સોમન અને ડબ્બુ રતનાની પણ નજરે પડી રહ્યાં છે, પરંતુ આ સ્પર્ધા કરતાં મલાઈકા અરોરા ખાનનો પોલ ડાન્સ ધૂમ મચાવી નાખે તેવો છે. આ શોમાં આ મોડેલથી વધારે મલાઈકાનો પોલ ડાન્સ તમારું ધ્યાન આકર્ષિત કરે છે. મહત્વનું છે કે, બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલીક અભિનેત્રીઓ પોલ ડાન્સને બહેતરીનરૂપે રજૂ કરે છે.

અહીં જણાવવાનું કે મલાઈકાએ પોલ ડાન્સ પહેલી વખત કર્યો છે તેવું નથી. આની પહેલા સંજય દત્તની ‘કાંટે’માં પણ મલાઈકાએ પોલ ડાન્સ કર્યો હતો. મલાઈકા ભલે 44 વર્ષની થઈ હોય પરંતુ તેમની પર ઉંમરની કોઈ અસર થતી નથી.

મહત્વનું છે કે, મલાઈકા ‘નેકસ્ટ ટૉપ મોડેલ સીઝન-3’માં મોડેલ્સને જજ કરી રહીં હતી ત્યારે ઉપસ્થિત યુવતીઓને પોલ ડાન્સિંગ સ્કિલ્સ અને ફ્લેક્સિબિલિટી પસંદ કરવાની હતી ત્યારે તેમણે આ પોલ ડાન્સને નિહાળ્યો હતો અને પોતાના હુનરને બતાવવાનો નિર્ણય કર્યો હતો. આ ડાન્સને નિહાળી શોના જજીસ અને મોડેલ આશ્ચર્યચકિત બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ખાનના છૂટાછેડા થઈ ચૂક્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter