મહિસાગરની મોટા ધરોલાની જર્જરીત શાળામાં અભ્યાસ કરતા બાળકોના માથે જોખમ

મહિસાગરની મોટા ધરોલાની શાળામાં અભ્યાસ કરતા બાળકોના માથે જોખમ તોળાઇ રહ્યુ છે. જર્જરીત શાળામાં અભ્યાસ કરતા બાળકોને એક જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડ્યુ છે. ત્યારે અહીંના બાળકો કહે છે કે અમારે કેવી રીતે અભ્યાસ કરવો.

મોટા ધરોલાની આ શાળા આવતીકાલના ભવિષ્યરૂપી બાળકોનું ભણતર અને ઘડતર તો કરે છે. પરંતુ આ શાળા ખૂદ જાણે ખખડી ગઇ છે. ગમે ત્યારે આ શાળા તૂટી પડે તેવી સ્થિતી છે. સ્કુલના આધારસમો પીલર તૂટી ગયો છે તો શાળાની માથે છત તો નથી પરંતુ છાપરા છે તે પણ તૂટેલા જેના કારણે, અહીં અભ્યાસ કરવા આવતા બાળકોને ચોમાસામાં પલળવું પડે છે તો અમુક નાના બાળકો ચોમાસા દરમિયાન આવતા પણ નથી.

મહિસાગર જિલ્લાની મોટા ધરોલાની આ શાળામાં ધો.1થી 8 સુધી 206 વિદ્યાર્થીઓ આવી જ વિકટ પરસ્થિતીમાં અભ્યાસ કરે છે. મોટા ધરોલા પ્રાથમિક શાળામાં કુલ 8 ઓરડાઓ છે. જેમાંથી માત્ર બે ઓરડાઓ બાળકોને બેસાડવામાં આવે છે અને 6 ઓરડાઓ તો ભંગાર અને જર્જરિત હાલતમાં હતા. જેમાંથી 3 ઓરડાઓ 3 વર્ષ પહેલા જ તોડી પાડવામાં આવ્યા છે. આ મહિનામાં બાકીના 3 ઓરડાઓને પાડવાની મંજૂરી મળી છે. હાલ તો જે બે ઓરડાઓમાં બાળકોને બેસાડવામાં આવે છે, ત્યારે ઓરડાની ઘટ અને વિદ્યાર્થીઓની એક જ રૂમમાં વધારે સંખ્યાથી એક જ સવાલ થાય કે આમા કેવી રીતે ભણે બાળકો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter