વાયરલ ફોટોને લઇને માહિરાએ તોડી ચૂપ્પી, કહ્યુ- રણબીર સાથે ફરવું મારી પર્સનલ મેટર

થોડા દિવસ પહેલા રણબીર કપૂર અને પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનની ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી. બંનેને ન્યૂયોર્કમાં સાથે જોવા મળ્યા હતા. આ વાયરલ ફોટોમાં રણબીર અને માહિરા સિગરેટ પીતા જોવા મળી રહ્યા છે.
જોકે, આ તમામ વાતમાં માહિરા ખાનને રણબીર કપૂરની સહિત ફેમસ સેલિબ્રિટી તરફથી સપોર્ટ મળ્યો હતો, પરંતુ માહિરાઓ આ મામલામાં કંઇ કહ્યુ ન હતુ. જ્યારે એક ઇવેન્ટ દરમિયાન તેણે આ અંગેનો સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેણે ચુપ્પી તોડી હતી. તેમણે કહ્યુ કે, ”આ મારો પર્સનલ એક્સપિરિયન્સ હતો જેનાથી મને ઘણું શીખવા મળ્યુ.”
માહિરા પોતાની અપકમિંગ ફિલ્મ ‘વરના’નાં ટ્રેલર લોન્ચ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે, ”આજકાલ મીડિયા માત્ર ઇવેન્ટ જ નથી કરતી પરંતુ બીજી ઘણી જગ્યાએ પહોંચી જાય છે.” રણબીર કપૂરની અંગે જ્યારે પૂછવામાં આવ્યુ ત્યારે માહિરાએ જણાવ્યુ કે, ”રણબીર કપૂરની સાથે મારી મુલાકાત પર્સનલ છે, આ મારી જિંદગી છે અને એક બૉય અને ગર્લ સાથે ફરે તે સામાન્ય વાત છે.”
જોકે માહિરા સોશ્યલ મીડિયા પર ટ્રોલ થતા રણબીર જણાવ્યુ કે, ”હું છેલ્લા કેટલાક મહિનાથી માહિરાને પર્સનલ રીતે ઓળખું છું. હું તેની રિસપેક્ટ કરું છું કેમકે તે સારી વ્યકિત છે. આ સારું નથી કે તેણે જજ કરવામાં આવી રહી છે કેમકે તે એક મહિલા છે.”