મહેસાણા: જમીન માંગતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા

મહેસાણાના આલોડા ગામની પાસે આવેલી જમીનોમાં નેશનલ હાઈવે નંબર 68 પસાર થવાની વકી સાથે જ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.આ મામલે સરકાર ફરી વિચાર નહી કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજ્ય સરકારે પહેલા પણ આ રોડ માટે જમીન લીધી હતી. હવે બીજી જમીન માગતા ખેડૂતોમાં કચવાટ શરૂ થયો છે. મહેસાણાના પાંચોટ રોડ પર હાલમાં નેશનલ હાઈવે નંબર ૬૮ને વધુ મોટો કરવા સહિત રોડને ક્રોસ કરવા માટે ખેડૂતોની જમીન લેવાની તજવીજ શરૂ કરાઇ છે.પહેલા મહેસાણા પાટણ રેલ્વે લાઈનમાં પણ આ ગામના ખેડૂતોની જમીન સંપાદિત કરી હતી.અને હવે ક્રોસ રોડના નામે વધુ જમીન લેવાની તજવીજ કરતાની સાથે જ ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

CRICKET.GSTV.IN

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter