મહેન્દ્રસિંઘ ધોનીએ પિસ્ટલ લઇને સાધ્યું નિશાન અને કર્યું ફાયરિંગ, જુઓ VIDEO

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મેહન્દ્ર સિંઘ હમેંશા કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહેતા હોય છે. બુધવારે વરસાદને કારણે કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં અભ્યાસ સત્ર પુર્ણ ન થઇ શક્યો. આ દરમિયાન એમ.એસ. ધોની કોલકત્તા પોલીસ ટ્રેનિંગ સ્કુલ પહોંચી ગયા. જ્યાં ધોનીએ પિસ્ટલથી નિશાનબાજીનો અભ્યાસ કરવા લાગ્યા !

મુળ વાત એ છે કે ધોનીએ બુધવારે કોલકત્તાના પોલીસ શુટિંગ રેંજની મુલાકાત લીધી હતી. જ્યાં ધોની પિસ્ટલ સાથે કેટલાક રાઉન્ડ ફાયર કરતા જોવા મળ્યા. આ અંગેનો એક વીડિયો કોલકત્તા પોલીસે શૅર કર્યો છે.

જેમાં પોલીસે લખ્યું કે મહાન મહેન્દ્ર સિંઘ ધોનીએ કેટલોક સમય કાઢી પોલીસ ટ્રેનિંગ સ્કુલમાં અમારી અત્યાધુનિક શુટિંગ રેન્જમાં પોતાના નિશાનીબાજીના કૌશલ્યનો અભ્યાસ કર્યો. તેમની નિશાનબાજી ખુબજ સારી હતી.

કોલકત્તા પોલીસે સાથે એમ પણ જણાવ્યું કે ધોની એ ના માત્ર નિશાનબાજીનો અભ્યાસ કર્યો પરંતુ કોલકત્તા પોલીસના જવાનો સાથે વાતચીત કરી તથા તેમનો ઉત્સાહ વધાર્યો.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter