મહારાષ્ટ્રના રાયગઢમાં મહિલાએ ખાવામાં ઝેર ભેળવ્યું, 5ના મોત

ઘઉવર્ણો રંગ અને સારુ ખાવાનું બનાવતી ન હોવાના ટોણાથી પરેશાન એક મહિલાએ ખાવામાં ઝેર ભેળવી દીધું. જેમાં 5નાં મોત થયાં. જ્યારે 120 લોકો બીમાર થયા.

આ તમામ લોકો મહિલાના સંબંધી છે. મહારાષ્ટ્રના રાયગઢની આ ઘટના છે. પારિવારિક સમારોહમાં લોકો ભોજન માટે ભેગા થયા હતા ત્યારે મહિલાએ ખાવામાં ઝેર ભેળવી દીધું હતું. મૃતકોમાં 7થી 13 વર્ષની ઉંમરના ચાર બાળકો પણ શામિલ છે. આ મહિલાના બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. તેણે જણાવ્યું કે સાસરિયા તેને ટોણા મારતા હતા. અને તેની ઘણી મજાક ઉડાવતા હતા. તેથી તેણે આ કૃત્ય કર્યુ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter