મગફળી ગોટાળામાં રાજ્ય સરકારનો કોઈ રોલ નથી, ગોડાઉન બળી રહ્યા હતા ત્યારે બોડા ક્યાં હતા?

મગફળીમાં માટી અને ઢેફા મળી આવતા રાજ્ય સરકાર સામે નાફેડે આગળી ચીંધતા રાજકારણ ગરમાયું છે. રાજ્ય સરકાર હવે પોતાની ચામડી બચાવવા ઉતરી આવી છે. તેમણે નાફેડ પાસે મેન પાવર હોવાને કારણે રાજ્ય સરકારે પાંચ સરકારી સંસ્થાને જવાબદારી સોંપ્યા હોવાનો બચાવ કર્યો છે અને નાફેડને ગોડાઉન ન મળતા સરકારે ખાગની ગોડાઉનો આપ્યાં હોવાનો પણ દાવો કર્યો હતો.

ગુજરાતમાં તમામ જગ્યાએ ગોડાઉન બળી રહ્યા હતા ત્યારે બોડા ક્યાં હતા તેવો સવાલ ઉઠાવ્યો છે. આઠ મહિનાની ખરીદી દરમ્યાન મૌન રહેલા બોડા અચાનક મીડિયા સમક્ષ કેમ આવ્યા તે અંગે સરકારે સવાલ ઉઠાવ્યા છે. ફળદુએ જણાવ્યું કે, બોડા જવાબદારીમાંથી છટકી રહ્યા છે. નાફેડની પડખે સરકાર ઉભી છે. બોડાએ આજ દિવસ સુધી કંઈ પણ બોલ્યા નથી અને તેમણે તપાસની કેમ માગ ન કરી? આ ગોટાળામાં રાજ્ય સરકારનો કોઈ રોલ નથી. સમગ્ર ખરીદી નાફેડ દ્વારા ખરીદવામાં આવી હતી. રાજ્ય સરકારે હંમેશા નાફેડને પત્ર લખીને મગફળીના નિકાલ કરવાની માગ કરી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter