મધ્યપ્રદેશના રાજગઢમાં પીએમ મોદીએ મોહનપુરા બાંધ પરિયોજનાનું કર્યુ લોકાર્પણ

મધ્યપ્રદેશના રાજગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોહનપુરા બાંધ પરિયોજનાનું લોકાર્પણ કર્યું. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે જે લોકો જૂઠ અને ભ્રમ ફેલાવવામાં લાગી છે તે જમીની હકીકતથી અજાણ છે.

તો દેશના સપૂત શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિને લઈને પણ પીએમ મોદીએ કોઈનું નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે એક પરિવારના મહિમામંડન કરવા માટે દેશના ઘણા સપૂતો ભૂલાવી દીધા છે. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પીએમ મોદીનો મધ્યપ્રદેશનો પ્રવાસ મહત્વનો માનવામાં આવે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter