કોર્ટે કોલસા કૌભાંડમાં ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન મધુકોડાને દોષી જાહેર કર્યા

યુપીએ સરકારમાં બહુ ગાજેલા કોલસા કૌભાંડમાં ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન મધુકોડાને કોર્ટે દોષી જાહેર કર્યા છે.

દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ચુકાદો આપતા મધુ કોડાને ગુનાહિત ષડયંત્રના દોષિત માન્યા છે. મધુ કોડા પર ગુનાહિત ષડયંત્ર રચવુ, છેતરપિંડી અને પદના દુર ઉપયોગનો પણ આરોપ છે.

કોર્ટે મધુકોડા સહિત ચાર આરોપીઓ દોષીત માન્યા છે અને આવતીકાલે સજાનું એલાન કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter