VIDEO : આજની મેચમાં જો હાર્દિક પંડ્યાએ હેલ્મેટ ન પહેર્યુ હોત કદાચ જીવ જોખમમાં મૂકાઈ જાત

પોતાની ઓલરાઉન્ડર દેખાવના કારણે પ્રશંસકોની સાથે સાથે લોકોના દિલ જીતનાર હાર્દિક પંડ્યાનો ગુરૂવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોલકાત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી બીજી વન ડે મેચમાં આબાદ બચાવ થયો હતો.

ભારતની ઇનિંગ્સની 47મી ઓવરમાં ક્રિઝ પર ભુવેશ્વર કુમાર બેટિંગ કરી રહ્યો હતો જ્યારે સામેના છેડે હાર્દિક પંડ્યા હતો. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર નાથન કોલ્ટર નાઇલની બોલિંગ પર ભુવનેશ્વર કુમારે જોરદાર સ્ટ્રેટ ડ્રાઇવ શોટ લગાવ્યો હતો. જો કે, આ શોટ એટલો બધો ખતરનાક હતો કે, નોન સ્ટ્રાઇકર છેડા પર ઉભેલો હાર્દિક પંડ્યા પણ આ શોટને સમજી ન શક્યો અને તે ખુદને આ શોટથી અલગ કરી શક્યો ન હતો.

VIDEO જોવા માટે ક્લિક કરો

હાર્દિક પંડ્યાએ આ શોટથી બચવાનો પ્રયાસ કરવા છતાં બોલ સીધો તેના હેલમેટ પર વાગ્યો હતો અને તે જમીન પર પટકાયો હતો. આ દ્રશ્ય જોઇને મેદાન પર હાજર ખેલાડીઓ અને અમ્પાયર સહિત દર્શકો પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના બાદ અમ્પાયર અને ભુવનેશ્વર કુમાર તરત જ હાર્દિક પંડ્યાની પાસે દોડી ગયા હતા જ્યારે ફિજિયો પણ મેદાનમાં પહોંચ્યો હતો. જો કે, હાર્દિક સુરક્ષિત હોવાનું જાણ્યા બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

હાર્દિક રન આઉટ થતાં પણ બચ્યો

ત્યાર બાદ હાર્દિક પંડ્યા આગળની ઓવરમાં ઘણો ભાગ્યશાળી રહ્યો હતો. કેન રિચડર્સન દ્વારા નાંખવામાં આવેલી 48મી ઓવરનો ચોથો બોલ જે કમરની ઊંચાઇથી ઉપર ફૂલટોસ હતો. હાર્દિકે આ બોલ પર શોટ રમ્યો અને સ્મિથે તેને કેચ આઉટ કર્યો હતો. હાર્દિકને એમ લાગ્યું કે, તે આઉટ છે એટલે તેણે પેવેલિયન તરફ ચાલવાનું શરૂ કર્યું હતું. તો બીજીતરફ ચબરાક સ્મિથ જાણતો હતો કે, આ નો બોલ હશે એટલા માટે તેણએ હાર્દિકને રન આઉટ કર્યો હતો. આ સમયે હાર્દિક ક્રિઝની બહાર હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આઉટની અપીલ કરવા લાગ્યા હતા પરંતુ, અમ્પાયરે હાર્દિકને નોટ આઉટ જાહેર કર્યો હતો. કારણ કે નિયમ 27.7 હેઠળ તે ભૂલના કારણે પેવેલિયન તરફ જતો રહ્યો હતો. અમ્પાયરે તેને આઉટ આપ્યો ન હતો તે કોઇ રન માટે દોડ્યો પણ ન હતો. આ નિયમના કારણે હાર્દિક રન આઉટ થતાં બચ્યો હતો.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter