લોકસભા ચૂંટણી: હું કનૌજથી અને મુલાયમસિંહ યાદવ મૈનપુરીથી ચૂંટણી લડશે

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું છે કે, તે કનૌજથી લોકસભાની ચૂંટણી લડશે. જ્યારે મુલાયમસિંહ યાદવ મૈનપુરી સીટથી લોકસભા ચૂંટણી લડશે.

કનૌજમાં કાર્યકર્તાઓની ચૂંટણી સમીક્ષા બેઠક દરમિયાન અખિલેશ યાદવે જણાવ્યું કે, દરેક લોકસભા સીટોની તૈયારીની સમીક્ષા હું કરીશ. જ્યારે અખિલેશ યાદવે ગઠબંધનને લઇને વધારે કાઇ કહ્યું નહી, પરંતુ ગઠબંધનમાં હાલ સપા અને બસપા સામેલ છે. બની શકે કે કોંગ્રેસ પણ આ ગઠબંધનમાં સામેલ થાય. તેથી સીટોની વહેંચણીને લઇને તેઓ કંઇ વધારે બોલ્યા નહી. તેમણે કહ્યું કે, યોગ્ય સમયે સીટોને લઇને નિર્ણય કરવામાં આવશે. ડિંપલ યાદવના ચૂંટણી લડવા પર તેમણે કહ્યું કે, આ વખતે તે ચૂંટણી નહી લડે. નોંધનીય છે કે, ડિંપલ યાદવ કનૌજ સીટ પરથી સાંસદ છે અને આ સીટ પરથી અખિલેશ આગામી લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter