મેસ્સીની હૈટ્રિક, આર્જેન્ટિનાને મળી વર્લ્ડ કપની ટિકિટ

સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની હૈટ્રિકની મદદથી આર્જન્ટિનાને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2018માં એન્ટ્રી અપાવી છે. ઇક્વાડોરની સામે મેચમાં 3-1ની જીત સાથે આર્જન્ટિનાએ ક્વોલિફાઇ કર્યું છે. 2014ની ઉપ વિજેતા આર્જેન્ટિના મેચ શરૂ થતા પહેલા ગ્રુપમાં છઠ્ઠા સ્થાન પર હતું. ક્વોલિફાઇ કરવા માટે તેણે ટૉપ-4માં પહોંચવું જરૂરી હતી. હવે તે ત્રીજા સ્થાન પર છે. બ્રાઝિલ અને ઉરુગ્વે ક્રમશ: પહેલા અને બીજા સ્થાન પર છે.

મેસ્સીએ એ સમયે શાનદાર રમત બતાવી જ્યારે આર્જેન્ટિના પર એ દબાણ હતું કે, આ વર્ષે રશિયામાં આયોજિત થનાર વર્લ્ડ કપમાં બે વખતની વિશ્વ વિજેતા ટીમ ક્યાંક વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ કરવાની રેસમાંથી બહાર ન થઇ જાય. મેચની શરૂઆાતમાં આર્જેન્ટિનાને ઇક્વાડોરે ઝટકો આપ્યો હતો. પહેલી મિનિટમાં ઇકવાડોરે સરસાઇ બનાવી હતી.

ત્યાર બાદ મેસ્સીએ કમાલ કરી બતાવી હતી. 12મી મિનિટમાં પહેલો ગોલ કરી આર્જેન્ટિનાને તે બરાબરી પર લાવી દીધું હતું. ત્યાર બાદ 8 મિનિટ બાદ જ મેસ્સીએ બીજો ગોલ કરી પોતાની ટીમને સરસાઇ અપાવી હતી. મેચની 62મી મિનિટમાં મેસ્સીએ વધુ એક ગોલ કરી ઇકવાડોર સામે પોતાની હેટ્રિક પૂરી કરી હતી.

VIDEO જોવા માટે ક્લિક કરો

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter