ડ્યુઅલ કેમેરા સાથે Lenovoનો નવો બજેટ સ્માર્ટફોન લૉન્ચ, જાણો શું છે ખાસ

Lenovo S5ને ચીનમાં લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની ખાસિયત તેની 18:9 સેટઅપ અને ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. Lenovo S5ને 3GB રેમ/32GB સ્ટોરેજ, 3GB રેમ/64 GB સ્ટોરેજ, 4GB રેમ/128GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, તેની કિંમત અનુક્રમે CNY 999 (આશરે 10,300 રૂપિયા), CNY 1,199(આશરે 15,400 રૂપિયા) અને CNY 1,499 (આશરે 15,400 રૂપિયા) રાખવામાં આવી છે.

Image result for lenovo s5

તેનું વેચાણ 23 માર્ચથી શરૂ થશે. સાથે જ તે ગ્રાહકોને બ્લેક અને રેડ કલર ઓપ્શનમાં મળશે. Lenovo S5ની ખાસિયતની વાત કરીએ તો ડ્યુઅલ સિમ સપોર્ટ ધરાવતો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ઓરિયો બેઝ્ડ ZUI3.7 પર કામ કરે છે અને તેમાં 2.D કર્વ્ડ ગ્લાસ સાથે 5.7 ઇંચ ફુલ એચડી IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 3જીબી રેમ અને 4જીબી રેમ સાથે 2GHz ઑક્ટા-કોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Image result for lenovo s5

સ્માર્ટફોનમાં કેમેરાની વાત કરીએ તો તેના રેરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેમાં ડ્યુઅલ ટેમ્પરરેચર ફ્લેશ, ઑટોફોકસ અને f/2.2 અપર્ચર સાથે 13 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યાં છે. સાથે જ ફ્રન્ટમાં 80.2 ડિગ્રી વાઇડ એન્ગલ લેન્સ અને f/2.2 અપર્ચર સાથે 16 મેગાપિક્સલનો ફિક્સ્ડ ફોકસ કેમેરા આપવામાં આવ્યો છે.

Lenovo S5માં 32 જીબી, 64 જીબી અને 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને કાર્ડની મદદથી હાઇબ્રિડ સિમ સ્લૉટ દ્વારા 128 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાશે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં 4G VoLTE, Wi-Fi 802.11a/b/g/n, Bluetooth v4.2, GPS/ A-GPS, USB Type-C અને એક 3.5 mm ઑડિયો જેક આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગની સાથે 3000mAhની બેટરી આપવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter