લાલુ યાદવની મહત્વની જાહેરાત-2019માં રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે

2019ની લોકસભાની ચૂંટણી પહેલા આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે મહત્વની જાહેરાત કરી છે. લાલુએ જણાવ્યું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે.

લાલુએ રાહુલને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત લાલુની પાર્ટી પણ કોંગ્રેસને સમર્થન આપશે. લાલુએ ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી રામ મંદિરના નામે મત માગી રહી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

ભાજપ ગુજરાતમાં હારી રહ્યું હોવાના કારણે રામના નામે વોટ માગવા મજબુર બન્યું છે. રામના નામ પર ધ્રુવીકરણ કરી રહેલા ભાજપને ગુજરાતની જતના સણસણતો જવાબ આપશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter