ગાંધીનગરમાં ઘડાયો પ્લાન : કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસે આ નેતાને મેદાને ઉતાર્યો

ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પ્રમુખો તેમજ સંગઠનના મહત્વના હોદ્દોદારોની બેઠક મળી હતી. જેમાં કુંવરજી સામે એક્શન પ્લાન અને કોળી સમાજને કોંગ્રેસ સાથે જોડી રાખવાની રણનીતિ પર ચર્ચા થવા થઈ.

કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પૂજા વંશે દાવો કર્યો હતો કે ગુજરાતના કોળી સમાજના લોકો હજુ પણ કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. અને બાવળિયાના ભાજપમાં જવાથી કોળી સમાજના મતો ઓછા નહીં થાય. કુંવરજી ભાઈથી કોળી સમાજ ખૂબ જ નારાજ છે.

નજીવા સ્વાર્થને કારણે ભાજપમાં જોડ્યા છે. કોળી સમાજને કોંગ્રેસની સાથે રાખવા માટે કોળી સમાજના આગેવાન અને કોંગ્રેસના ધારાસભ્ય પૂજાભાઈ વંશને જવાબદારી સોંપાઈ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter