વિરાટ કોહલીએ શ્રીલંકાના યુવા ક્રિકેટરને આ ખાસ ભેટ આપી

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ એક શ્રીલંકન ખેલાડીને ભેટ આપી છે. ફિટનેસને કારણે કેટલાક દિવસોથી ટીમથી બહાર રહેલા યુવા ક્રિકેટર કુશલ મેંડિસને વિરાટ કોહલીએ પોતાનું બેટ ભેટમાં આપ્યું.

ભેટમાં મળેલ બેટ હાંસલ કર્યા બાદ મેંડિસે ટ્વિટરના માધ્યમથી પોતાની ખુશી જાહેર કરી છે અને વિરાટ કોહલીનો આભાર માન્યો છે. મેંડિસે ટ્વિટ કરી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ‘અમેજિંગ વિલો’ માટે આભાર માન્યો છે. તેમણે લખ્યું, ‘અમેજિંગ વિલો માટે વિરાટ કોહલી તમારો આભાર. હું તમારા વખાણ કરું છું.’ ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વિરાટ કોહલીએ પોતાનું બેટ પાકિસ્તાનના યુવા ક્રિકેટર મોહમ્મદ આમિરને ભેટમાં આપ્યું હતું.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter