રૈનાએ કહ્યું- કુલદીપની સફળતા પાછળ આ વ્યક્તિનો હાથ

ભારતીય ટીમના વાપસી માટે મહેનત કરી રહેલા ઉત્તર પ્રદેશ રણજી ટીમનો કપ્તાન સુરેશ રૈનાએ ભારતીય ટીમના યુવા બોલર કુલદીપ યાદવની પ્રશંસા કરી છે. રૈનાએ ભારતીય ટીમના આ યુવા બોલરને શોધવાનો શ્રેય ભારતીય ટીમના પૂર્વ કોચ અનિલ કુંબલને આપ્યો છે. રૈનાએ કહ્યું કે, ચાઇનામેન કુલદીપને નિખારવામાં અનિલ કુંબલેએ મોટી ભૂમિકા ભજવી છે.

કુલદીપ યાદવની પ્રશંસા કરતા સુરેશ રૈનાએ કહ્યું કે, તે ઝડપથી આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ઓળખ બનાવવામાં સફલ રહ્યો છે. કુલદીપ ઘણો સારો દેખાવ કરી રહ્યો છે અને તેનો શ્રેય અનિલ કુંબલેને જાય છે. કુંબલેએ કુલદીપ પર ઘણી મહેનત કરી હતી. તેમણે આઇપીએલ દરમિયાન કુલદીપ યાદવ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, તે અનિલ કુંબલેને હમેશા મેસેજ મોકલે છે. કુલદીપ અનિલ કુંબલેની પ્રોડક્ટ છે. આ ઉપરાંત કુલદીપે બ્રેડ હોગ સાથે પણ આકરી મહેનત કરી હતી. રૈનાએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ એક એવો ખેલાડી છે, જે ભારતની બોલિંગને સંપૂર્ણ રીતે બદલી નાંખશે.

ભારતીય ટીમમાં પોતાની વાપસી પર રૈનાએ કહ્યું કે, હું વાપસી માટે આકરી મહેનત કરી રહ્યો છું. દુનિયામાં કશું પણ કઠિન નથી. તમે સમગ્ર પ્રક્રિયા ક્રિકેટને પસંદ કરો છે. મેં હમેશા આ કર્યું છે. હું જ્યારે ઇજાગ્રસ્ત થયો ત્યારે મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. હું આનાથી પરેશાન ન હતો અને વાપસીની આ પક્રિયાનો આનંદ ઉઠાવી રહ્યો છે. આ ઉપરાંત રૈનાએ યો-યો ટેસ્ટ વિશે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જો કે, મીડિયા રિપોર્ટ અનુસાર, તે આ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter