IPL 2018 : દિનેશ કાર્તિકે અપાવી ધોનીની યાદ, સ્ટમ્પિંગ જોઇને થઇ જશો તેના ફૅન

આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ શાનદાર પરફોર્મન્સ આપતી જોવા મળી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ આ ટીમ અગ્રેસિવ થઇને રમી રહી છે. આ વખતે કલકત્તાના કેપ્ટન દિનેશ કાર્તિક છે. જે બેટિંગની સાથે સાથે શાનદાર વિકેટકિપિંગ કરતો પણ જોવા મળી રહ્યો છે. કેકઆર અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે મેચ રમાઇ, જેમાં કેકઆરે સરળતાથી વિજય મેળવ્યો. મેચમાં સૌથી ખાસ દિનેશ કાર્તિકની સ્ટમ્પિંગ હતી. પરંતુ કાર્તિકે ધોની સ્ટાઇલમાં સ્ટમ્પિંગ કરીને સૌને ચોંકાવી દીધા.

CRICKET.GSTV.IN

 

શાનદાર બેટિંગ કરી રહેલા રહાણે ક્રિઝ પર જામી ગયો હચો અને ધમાકેદાર બેટિંગ કરી રહ્યો હતો. નિતિશ રાણા બોલિંગ કરી રહ્યો હતો. રહાણેએ આગળ આવીને શૉટ ફટકાર્યો. જે પછી કાર્તિકે હવામાં રહાણેએ ફટકારેલા શૉટનો કેચ કરીને તેને આઉટ કરી દીધો. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કાર્તિકે નિદહાસ ટ્રોફીના ફાઇનલમાં શાનદાર બેટિંગ કરી હતી જેના કારણે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી. તે પછી કલકત્તાએ તેને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તેની કેપ્ટન્સીમાં શાનદાર પરફોર્મ કરી રહી છે અને લોકોનું માનવું છે કે આ ટીમ ફાઇનલ સુધી પહોંચશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter