અહીં દેવી-દેવતાની જગ્યાએ પૂજાય છે આ વસ્તુ, જાણીને ચોંકી જશો

આજે અમે તમને એવા અનોખા મંદિર વિશે જણાવીશું જ્યાં કોઈ દેવી-દેવતાની નહીં, પરંતુ મિસાઈલોની પૂજા થાય છે. આ મંદિર એવુ છે, જ્યાં ભગવાન નહીં, પરંતુ મિસાઈલો ભગવાનના રૂપમાં પૂજાય છે. ઓડિશાના વ્હીલર દ્વિપ બનેલી આ દુનિયામાં પોતાન રીતનું એકમાત્ર અનોખુ મંદિર છે. ભારતની લગભગ બધી મિસાઈલોનું પ્રક્ષેપણ આ ટાપુ પરથી કરવામાં આવે છે.

રસપ્રદ વાત એ છે કે દરેક મિસાઈલ લોન્ચ થતા પહેલા અહીંના શિવમંદિરમાં આ મિસાઈલોની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવે છે. મિસાઈલ પુરુષ ડૉ. એપીજે અબ્દુલ કલામ હોય કે અગ્નિ પુત્રી કહેવાતી અગ્નિ પરિયોજનાની નિર્દેશક ટેસી થામસ અથવા પછી હાલના સંરક્ષણ સંશોધન અથવા વિકાસ સંગઠન પ્રમુખ બધા આ મંદિરમાં માથું ઝૂકાવવા આવે છે.

જે જગ્યાએ આ મંદિર બન્યુ છે ત્યાં ટાપુનું સંશોધન પણ અજીબોગરીબ રીતે થયુ હતું. ભારતીય વૈજ્ઞાનિકોએ એક મિસાઈલના પરીક્ષણથી આ વ્હીલર ટાપુને શોધ્યો હતો. મિસાઈલનું પ્રક્ષેપણ થયા બાદ સમુદ્રમાં તેને શોધવામાં આવ્યો તો જહાજોને તે ક્યાંય મળ્યો નહીં. આખરે આ દોઢ વર્ગ કિલોમીટરનો ટાપુ જોવા મળ્યો, જ્યાં મિસાઈલનો કાટમાળ પડ્યો હતો. જ્યાં આ કાટમાળ પડ્યો હતો. જ્યાંથી આ કાટમાળ મળ્યો, તેને આજે પૃથ્વી પોઈન્ટ કહેવામાં આવે છે.

એક સંરક્ષણ વૈજ્ઞાનિકે જણાવ્યું કે આ ટાપુ પર એક નાનું મંદિર પણ મળ્યું હતું. કોઈ વસ્તી ન હોવા છતા અહીં મંદિરનુ નિર્માણ આપોઆપમાં આશ્ચર્યજનક હતું. બાદમાં ડીઆરડીઓએ આ મંદિરનો વિકાસ કર્યો અને મંદિરમાં ભારતની મિસાઈલોની સફળતા માટે પ્રાર્થના થવા માંડી.

હવે દરેક પ્રક્ષેપણ પહેલા આ મંદિરના પૂજારીને પુરોહિતની જેમ બોલાવવામાં આવે છે. મંદિરના આંગણામાં પાયો નાખવામાં આવે છે. ત્યાં 11 નારિયેળની સાથે પૂજા થાય છે. દેશના મિસાઈલ વૈજ્ઞાનિક અહીં નારિયેળ ફોડી મંદિરને પ્રણામ કરે છે અને પછી વૈજ્ઞાનિક ધન્યતા અનુભવી પોતપોતાના કોમ્પુટર પર કામ કરે છે.

મિસાઈલના પરીક્ષણ સમયે ટાપુ પર કોઈ રહીં શકતુ નથી. મિસાઈલ પ્રક્ષેપણ થતી વખતે એક મોટા વિસ્તારમાં આગ લાગી જાય છે અને ત્યાં ઉભી રાખેલા ફાયરબંબાઓ પણ સંવેદનશીલ થઈ જાય છે. પરીક્ષણ વખતના ફોટો લેવા માટે વ્હીલર ટાપુની આજુબાજુના કેટલાંક ટાપુના પર્વતના શિખરો પર કેમેરા લગાવવામાં આવ્યાં છે. આ કેમેરા 200 કિલોમીટર સુધીના વિસ્તારના સ્પષ્ટ ચિત્ર લઈ શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter