જાણો, યો-યો ફિટનેસ ટેસ્ટ શું છે?, જેણે યુવીનું ભવિષ્ય નાંખ્યું હતું ખતરામાં

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાં ફિટનેસને મહત્વનું માનવામાં આવી રહ્યું છે. અત્યારનું ક્રિકેટ પહેલાના ક્રિકેટ કરતા ઘણું બદલાઇ ચૂક્યું છે. પછી ગમે તેવો મોટો ખેલાડી કેમ ન હોય. તે સારા ફોમમાં હવા છતાં તેને ફિટનેસ ટેસ્ટ પાસ ન કર્યો તો તે ટીમમાં જગ્યા બનાવવી અસંભવ છે. ટેકનોલોજીનો ક્રિકેટમાં પ્રભાવ ઘણો વધ્યો છે અને એક યો-યો ફિટનેસ ટેસ્ટ કેટલાક ખેલાડી માટે માથાનો દુ:ખાવો બની ચૂક્યો છે.

યુવરાજ સિંહ બુધવારે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ફિટનેસ ટેસ્ટમાં ફરી એક વખત નિષ્ફળ રહ્યાંના મીડિયા અહેવાલ છે ત્યારે યો-યો ટેસ્ટમાં અશ્વિન પાસ થયો છે. જો કે, આ યો-યો ટેસ્ટ શું છે તેને લઇને ક્રિકેટ પ્રશંસકોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. વાસ્તવમાં તો યો-યો ફિટનેસ ટેસ્ટમાં 20 મીટરના અંતર પર બે લાઇનો બનાવવામાં આવે છે. ખેલાડી સતત બે લાઇનો વચ્ચે દોડે છે અને જ્યારે બીપ વાગે છે તો તેણે ફરવાનું હોય છે. દરેક એક મિનિટમાં ઝડપ વધતી જાય છે અને જો સમય પર રેખા સુધી ન પહોંચ્યા તો બે વધુ બીપના અંતગર્ત રફતાર પકડે છે. જો ખેલાડી બે છેડાઓ પર રફતાર હાંસલ નથી કરી શકતો તો પરીક્ષણ રોકી દેવામાં આવે છે. બીસીસીઆઇ અનુસાર, દરેક ખેલાડીઓને આ ટેસ્ટમાં ઓછામાં ઓછા 19.5 અથવા તેનાથી વધારે અંક હાંસલ કરવાનો હોય છે.

ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ અને સુરેશ રૈનાની ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે પસંદગી ન થવા પર તેમના સમર્થકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. બંને બહાર થવા પાછળ તેમનો દેખાવ નહીં પણ ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યાં હતા. 2019 વર્લ્ડ કપને જોતા કોચ રવિ શાસ્ત્રી, કપ્તાન વિરાટ કોહલી અને પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદ કોઇ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવાના મૂડમાં નથી. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ફિટનેસ સાથે કોઇ સમજૂતી કરવામાં નહીં આવે,

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage