કિંજલ દવેનું લેટેસ્ટ ગીત ‘ગજાનંદ દેવા’ યૂ-ટ્યૂબ પર વાયરલ

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના ‘ચાર બંગડીવાળી ગાડી’ , ‘લહેરી લાલા’, ‘કનૈયા’ ગીત બાદ હવે નવું ગીત ધૂમ માચવી રહ્યું છે. તેના નવા ગીત ‘ગણેશા’ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યુ છે. આ ગીતને ગણેશ ચતુર્થીને ધ્યાનમાં લઇને રિલીઝ કરવામાં આવ્યું છે.

કિંજલ દવેના આગળના ગીતની જેમ જ તેનું લેટેસ્ટ ‘ગણેશા’ ગીતને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર આ ગીત વાઈરલ થઇ રહ્યુ છે. આ ગીત માત્ર 2 જ દિવસમાં 6.60 લાખ વખત જોવાઈ ચુક્યું છે.

આ પહેલા જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને ‘કનૈયા’ ગીત રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ ગીત હજુ સુધી સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યુ છે. આ ગીતને અત્યાર સુધીમાં 21.67 લાખ વખત જોવાઇ ચુક્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter