હરાજી બાદ મોટી તકલીફમાં ફસાઈ કિંગ્સ ઇલેવન પંજાબ

ઇન્ડિય પ્રીમિયર લીગની સિઝન -11ની હરાજી પૂરી થઈ ચૂકી છે  હરાજી દરમિયાન ટીમ માલિકોએ ખેલાડીઓ  માટે ધૂમ પૈસા ખર્ચ્યા છે  પરંતુ કેટલાક ખેલાડી એવા છે  જેને કોઈ ખરીદનારું મળ્યું નથી તોકોઈને હરાજીના અંતિમ તબક્કામાં ખરીદવામાં આવ્યા હતા. હરાજી બાદ હવે ટીમ ઘણી મુશ્કેલીમાં ફસાઈ છે   ખાસ કરીને કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાત્તા નાઇટ રાઇડર સામે ટીમના સૂકાનીને પસંદ કરવાની મોટી મુશ્કેલી આવી છે.

વાસ્તવમાં નીલામી દરમિયાન  એક એકથી ચઢિયાતા ધાકડ ખેલાડીઓ પોતાની ટામ માટે ખરીદ્યા છે પરંતુ ટીમ પાસે કોઈ એવો ચહેરો નથી જે ટીમનો કેપ્ટન બની શકે. એવામાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે  પોતાની સત્તાવાર વેબસાઇટ પર  કેટલાક ખેલાડીઓની યાદી જાહેર કરીને ક્રિકેટના પ્રશંસકોને જ પૂછ્યું છે કે  સિઝન 11માં તેઓ કેપ્ટન તરીકે કોને જોવા માંગે છે.

પંજાબની ટીમમાં હાલમાં પાંચ ખેલાડી એવા છે જેને કેપ્શનશીપ સોંપવામાં આવી શકે છે. જેમાં પ્રથમ આર.અશ્વિન કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે.  અશ્વિન ઉપરાંત  યુવરકાજ સિંહ, ક્રિસ ગેલ, એરોન ફિંચ, અક્ષર પટેલનું નામ પણ પણ સૂકાની તરીકે પસંદગી પામી શકે છે.

કેપ્ટન તરીકે કોને પસંદ કરવા તેની જવાબદારી મેન્ટર વિરેન્દ્ર સહેવાગ તથા ટીમ મેનેજમેન્ટની રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter