આ એક્ટ્રેસે કર્યો માસ્ટરબેશનનો સીન, શૂટિંગ પહેલાં શું કરેલી તૈયારી? જાણો વિગત

મુંબઈઃ ફિલ્મ વીરે દી વેડિંગના માસ્ટરબેશનના સીનથી સ્વરા ભાસ્કરે ચર્ચામાં હતી. હવે નેટફ્લિક્સની ફિલ્મ લસ્ટ સ્ટોરીઝમાં એક્ટ્રેસ કિયારા અડવાણી માસ્ટરબેશનનો સીન કરીને ફરીથી ચર્ચામાં આવી છે. લસ્ટ સ્ટોરીઝમાં કિયારાનો માસ્ટરબેશન સીન ચર્ચામાં રહેલું છે.

વીરે દી વેડિંગમાં સ્વરા ભાસ્કરનો માસ્ટરબેશનનો સીન બતાવવામાં આવ્યો ત્યારે તેને ફિમેલ સેક્સ્યુઆલિટીને એમ્પાવર કરતો સીન ગણાવાયો હતો. કિયારાનો સીન પણ હાલમાં ચર્ચામાં રહેલો છે ત્યારે કિયારાએ આ સીન કઈ રીતે કરાયો તે વિશે મીડિયા સામે વાત કરી હતી.

કિયારાના મતે આ સીન શૂટ નહતો થયો ત્યાં સુધી તેના મનમાં અલગ અલગ પ્રકારના વિચાર આવતા હતા. આ શૂટિંગના એક સપ્તાહ પહેલાં તેમણે કોસ્ચ્યુમ લુક ટેસ્ટ કર્યો હતો. કિરાયાએ કરણને પૂછ્યું હતું કે, આ સીન માટે કોઈ વર્કશોપ કરવાના છે ? કરણે કહ્યું કે, ના, તુ બસ સેટ પર આવી જજે, એક્ટિંગ કરજે, અને એન્જોય કરજે.

કિયારાએ એ દરમિયાન ગૂગલ પર સર્ચ કર્યું હતું અને વાઈબ્રેટર કેવી રીતે કામ કરે છે તે જોયું હતું. માસ્ટરબેશનના કેટલાક સીન પણ જોયા હતા પણ આ સીન માટે કોઈ તૈયારીઓ કરી ન હતી. આ જ કારણે શૂટ દરમિયાન બધુ જ નેચરલ લાગતુ હતું એવું તેનું માનવું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter