ખોડલધામ ટ્રસ્ટનો જૂથવાદ સામે અાવ્યો : પરેશ ગજેરાએ અાપ્યું રાજીનામું , હવે બન્યા અા પ્રમુખ

પાટીદારોની આસ્થાના પ્રતિક એવા ખોડલધામ ટ્રસ્ટમાં જૂથવાદ ફરીવાર સામે આવ્યો છે. ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ અચાનક રાજીનામું આપ્યું છે. પરેશ ગજેરાના રાજીનામા બાદ નરેશ પટેલે ફરીથી ખોડલધામ ટ્રસ્ટાના પ્રમુખપદ સંભાળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ પટેલને ટ્રસ્ટના પ્રમુખપદ સોંપવા માટે ખોડલધામ ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટમાં છેલ્લા ઘણાં સમયછી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં કાગવડ ખાતે ટ્રસ્ટની બેઠક ચાલી રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

  • ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું
  • ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદની જવાબદારી નરેશ પટેલે ફરી સંભાળી
  • ખોડલધામ ટ્રસ્ટમાં પ્રમુખ પદને લઈ અનેક વખત વિખવાદ સર્જાય રહ્યો છે
  • ગજેરાએ એકાએક રાજીનામું આપતાં અનેક તર્કવિતર્ક સર્જાયા
  • છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો વિવાદ
  • હાલ કાગવડ ખાતે ચાલી રહી છે ટ્રસ્ટની બેઠક
  • બેઠક પૂર્ણ થયા બાદ સત્તાવાર થશે જાહેરાત
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter