અમેરિકન સાંસદે કહ્યું કે દેશ આધારિત ગ્રીન કાર્ડ ક્વૉટા ખત્મ કરો, ભારતીયોને અન્યાય સમાન

અમેરિકાના સંસદમાં ગ્રીન ક્વોટા કૉટા ખત્મ કરવાની માંગ થઇ છે. કંસાસના રિપબ્લિક પાર્ટીના સાંસદ કેવિન યોડેરએ USA હાઉસમાં કહ્યુ કે, ગ્રીન કાર્ડ માટે હાલમાં વિદેશ આધારિત ક્વોટા ભારતથી અમેરિકા આવનારા લોકો માટે અન્યાય સમાન છે. તેમણે કહ્યુ કે, ભારતના 7 લાખ સ્કિલ્ડ લોકો ટેમ્પરરી વર્ક વિઝા પર કામ કરી રહ્યા છે. આ લોકો અમારી ઇકૉનોમીને આગળ વધારવા માટે ખૂબ જ મહેનત કરે છે.

યોડેર કહ્યુ કે, ”ભારતીયો અમારા કડક નિયમોને કારણે અહીંયા ફસાયેલા છે અને એટલા મજબૂર થે કે તેઓ પોતાની નોકરી પણ બદલી શકતા નથી. તે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ પર મનમાની કારણે ફસાઇ ગયેલા છે. તેમણે આગળ કહ્યુ કે, ગ્રીનલેન્ડમાં એક પ્રેગનેન્ટ મહિલા છે તેનું બાળક જન્મતાની સાથે જ અમેરિકાનો સિટીઝન બની જશે, જ્યારે આ ભારતીય અહીંયા કામ કરી રહ્યા છે, તે નહી થાય. જે ખોટું છે. ”

યોડરએ USA હાઉસમાં તે પણ કહ્યુ કે, ”પહેલા આવો, પહેલા મેળવો જેવી વ્યવસ્થા કરવી જોઇએ. તેનાથી નવી નોકરી ઉભી થતા રોજગારનો અવસર મળશે.”

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter