16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, કેરળમાં વરસાદનો કેર, 180 લોકોના મોત

કેરળમાં વરસાદનો કેર છે.ત્યારે હવામના વિભાગે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહાર સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરિયા કિનારાના રાજ્યોના માછીમારોને દરિયો ખેડવા ન જવાની સુચના આપવામાં આવી છે. રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણેના મતે આગામી બે દિવસ સુધી બંગાળની ખાડી સહિત દેશના 16 રાજ્યોમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તરાખંડ સહિતના દેશના કેટલાક સ્થાનોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. સોમવારે ઉત્તરાખંડમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત થઈ છે.જે 16 રાજ્યોમાં ભારે વરસાદનીઆગાહી છે. તેમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય તટીય આંધ્રપ્રદેશ, તટીય કર્ણાટક, તમિલનાડુ, અને કેરળ છે.

કેરળમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે. ત્યારે 8 હજાર 316 કરોડનું નુકસાન થયુ છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે વધુ નાણાકીય મદદની માગ કરી છે.  કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયને કહ્યુ કે, પૂરના કારણે મોટુ નુકસાન થયુ છે. રાજ્યમાં પુનર્વાસન માટે 820 કરોડ અને 400 કરોડ રૂપિયાની માગ કરવામાં  આવી છે.

ગઈ કાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે કેરળના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારે કેરળને 100 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. કેરળમાં વરસાદના કારણે 45 દિવસમાં 180 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરની સ્થિતિ જોઈને એનડીઆરએફની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે.રાહત સામગ્રીનુ વિતરણ કરાઈ રહ્યુ છે. ખાસ કરીને કેરાલાના ઈડુક્કી, અર્નાકુલમ અને ત્રિશૂર વિસ્તારો વરસાદથી ભારે પ્રભાવિત થયા છે. સરકારે અસરગ્રસ્ત પરિવારને 10 લાખ રુપિયાની સહાયની જાહેરાત કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter