ગુજરાતી ફિલ્મ ‘ધાડ’માં કેકે મેનન અને નંદિતા દાસ જોવા મળશે

ગુજરાતી ફિલ્મ ‘ધાડ’માં બોલીવુડના જાણીતા  ચહેરા નંદિતા દાસ અને કેકે મેનન જોવા મળશે. આ ફિલ્મની કથા કચ્છના ગ્રામીણ વિસ્તાર પર આધારિત છે. ફિલ્મની કથા એક એવા વ્યક્તિ (ઘેલો)ની આસપાસ ફરે છે, જે કચ્છની સૂકી ધરતી પર પોતાના માટે એક બાળક અને પોતાની જમીન માટે પાણી ઇચ્છે છે. તેની ત્રણ પત્નીઓ મોંઘી (નંદિતા દાસ), ધનબાઇ  (સુજાતા મહેતા), અને રત્ની (સમીરા અવસ્થી) બાળકને જન્મ આપવામાં નિષ્ફળ રહે છે.

આ ફિલ્મની કથા ઘેલાના મિત્રો પ્રાણજીવન (સંદીપ કુલકર્ણી) અને જુસ્સાબ (રઘુવીર યાદવ)ના દ્રષ્ટિકોણથી વર્ણવવામાં આવી છે. પ્રાણજીવન એક શિક્ષિત અને બેકાર વ્યક્તિ છે, જ્યારે જુસ્સાબ લૂટફાંટના કામમાં ઘેલાનો સાથી છે. ઘેલો પોતાના  પરિવારના પ્રેમ અને મિત્રોના સમર્થન વિના પેતાના જીવન સાથે સંઘર્ષ કરી રહ્યો છે. નિરાશ થઇને તે પ્રાણજીવન સાથે મળીને જમાનદારની સંપત્તિ પર  ધાડ પાડવા માટે તૈયાર થઇ જાય છે. જમાનદાર (ભીમ વાકાણી)ની ગર્ભવતી દિકરી (પેલવા) ધાડ દરમિયાન ઘેલાને પડકાર ફેંકે છે અને અંહીથી જ ફિલસ્મની કથા નવો વળાંક લે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter