WWEમાં જગ્યા મેળવનારી પહેલી ભારતીય મહિલા બની રેસલર કવિતા દેવી

કવિતા દેવીએ WWE (વર્લ્ડ રેસલિંગ ઇન્ટરટેનમેન્ટ)ના મહિલા વિંગમાં જગ્યા બનાવીને ઇતિહાસ રચી દીધો છે. WWEના મેં યંગ ક્લાસિક ટૂર્મામેન્ટનો ભાગ રહેલી કવિતા પહેલા ભારતીય મહિલા છે, જેને WWEની રેસલિંગ કૉમ્પિટિશનમાં ભાગ લેવાનો ચાન્સ મળ્યો છે.

કવિતા દેવીને WWEમાં શામિલ થયાની ઘોષણા WWEના ચેમ્પિયન જિંદર મહાલે કરી હતી. ભારતીય પ્રવાસ પર તેમણે દિલ્હીમાં આ ઘોષણા કરી. કવિતા એક પાવર લિફ્ટર રહી છે, જેને સાઉથ એશિયન ગેમ્સ 2016માં પાવર લિફ્ટર તરીકે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સ્કૂલના દિવસોથી કબડ્ડીમાં રમનારી કવિતાએ ‘ધ ગ્રેટ ખલી’ પાસેથી ટ્રેનિંગ લીધી છે. હવે તેની ટ્રેનિંગ જાન્યુઆરીમાં શરૂ થશે, તે અમેરિકાની ઓરલેન્ડો સ્થિત WWE પરફૉર્મન્સ સેન્ટરમાંથી ટિપ્સ મેળવશે.

કવિતા દેવી વિશે જિંદર મહાલે કહ્યુ કે, ”મને ઘણો ગર્વ થાય છે અને તેમનું WWEમાં સ્વાગત કરું છુ, જ્યાં તેમની પાસે ચાન્સ છે કે તેઓ WWEમાં ભારતની તરફથી ચેમ્પિયન બની શકે છે.”

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage