VIRAL VIDEO : કેનેડામાં ગુસ્સે ભરાયેલી કેટરિના સાથે ચાહકોએ કરી નાંખ્યું કંઈક આવું

કેટરિના કૈફ અત્યારે સલમાન ખાન દબંગ ટૂર માટે વિવિધ દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસ દરમિયાન જ્યારે કે કેનેડા વાનકુવરમાં હતી, ત્યારે કેટલાક લોકોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

કેનેડાના વાનકુવરમાં, કેટરિના પર્ફોર્મ કરવા પહોંચી હતી. આ દરમિયાન જ્યારે તે પોતાના શોમાંથી પાછી આવતી હતી ત્યારે કેટલાક ચાહકો તેની સાથે ફોટો પડાવવા માટે આગ્રહ કરવા લાગ્યા. જ્યારે કેટરિનાએ ફોટો પડાવવા માટે ઇન્કાર કર્યો તો તેમણે તેની સાથે ખરાબ વર્તન કર્યુ હતું

આ વિડીયોમાં કેટરિના એ કહેતા સંભળાઈ રહી છે કે હું તમારી સાથે ફોટો પડાવવા નથી માંગતી. જ્યારે તે પોતાની કાર તરફ આગળ વધી રહી હતી, ત્યારે કેટલાક ચાહકો તેની આ ઉતાવળથી નારાજ થઈ જાય છે અને તેનો હુર્રિયો બોલાવે છે.

ત્યાર બાદ કેટરિના રોકાઈને તેમને જવાબ આપે છે, અને નારાજ ફેન્સ તેના ગુસ્સા પર કમેન્ટ કરતા રહે છે. પરંતુ આટલામાં અન્ય કેટલાંક ફેન્સ તેને ઘેરી લે છે અને તેની સાથે સૅલ્ફી ખેંચાવા લાગે છે. પરંતુ કેટલાંક લોકો ત્યાં એવું કહે છે કે અમે અહીં સલમાન માટે આવ્યાં છીએ, ન તો કેટરિના માટે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter