PHOTOS : દરિયામાં પોઝ આપતી વખતે કૅટરિના પર શાર્કનો હુમલો, જુઓ કેવી થઈ હાલત?

ફૅન્સ અને પોતાના નજીકના લોકોથી જોડાઈ રહેવા માટે સેલેબ્સ પાસે એક શાનદાર માધ્યમ છે અને તે છે સોશ્યલ મીડિયા. આ માધ્યમ પર પોતાની ફોટો પોસ્ટ કરીને ફૅન્સ સાથે સંપર્કમાં રહે છે. અને એટલે જ આજે સારામાં સારી તસવીર લેવાનો ક્રેઝ સેલેબ્સમાં જોવા મળે છે.

આવી જ એક કોશિશ જાણીતી મૉડલ કૅટરિનાએ કરી રહી. કૅટરિનાએ ઑસ્ટ્રેલિયાના શાનદાર બીચ પર નર્સ શાર્ક માછલીઓ સાથે ફોટો પોઝ આપવાનું મન બનાવ્યું હતું પરંતુ આ દરમ્યાન તેના પર હુમલો થયો.

કેટલાંક દિવસો પહેલાં જ મૉડલ કૅટરિના જારુટસ્કી પોતાના પરિવાર અને બૉયફ્રેન્ડ સાથે ઑસ્ટ્રેલિયાના જાણીતા બીચ પર રજાઓ માણવા પહોંચી હતી.

આ દરમ્યાન 19 વર્ષની આ મૉડલે નર્સ શાર્ક્સની સાથે એક શાનદાર ફોટો ક્લિક કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ જેવો કૅટરિના પાણી પર તરતા પોઝ આપી રહી હતી ત્યાર આ શાર્ક્સના ટોળાંમાંથી એક શાર્કે કૅટરિના પર હુમલો કરી દીધો અને તેનું કાંડુ દાંતમાં દબાવી દીધું. તસવીરમાં પણ તમે આ ઘટના જોઈ શકો છો.

શાર્કના હુમલા બાદ કૅટરિના પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને પાણીમાં ઝટપટાવા લાગી. BBCએ આ ઘટના વિશે વાત કરતા કહ્યું કે કૅટરિનાએ જણાવ્યું કે શાર્કે તેના પર હુમલો કર્યા પહેલાં પાણીની અંદર કેટલીક સૅકન્ડ્સ સુધી અંદર ખેંચી રાખી અને પછી મારા કાંડા પર તેને કરડી લીધું.

કૅટરિનાએ પોતાની જાતને સંભાળી અને હાથને પકડીને આ રીતે પાણીથી બહાર આવી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ કૅટરિનાના કાંડા પર કેટલાંક ટાંકા લેવા પડ્યાં હતાં. કૅટરિનાએ કહ્યું હતું કે આ ઘટના વધુ ભયાનક બની ગઈ હોત જો ત્યાં કોઈએ બૂમાબૂમ કરી હોત. કારણ કે તે સંપૂર્ણ રીતે શાંત થઈ ગઈ હતી અને તેમના પરિવારમાંથી પણ કોઈએ બૂમો પાડી ન હતી અને એટલે જ શાર્ક શાંત થઈ ગઈ હતી.

કૅટરિનાએ કહ્યું હતું કે તેણે ઘણી વખત વૉટર ડાઈવ્સ કરી છે અને સ્કૂબા ડાઇવીંગ દરમ્યાન તેણે નર્સ શાર્ક્સ સાથે કેટલાંય લોકોને ફોટો પોઝ આપતા જોયાં છે. સામાન્ય રીતે આ શાર્ક્સ સેફ હોય છે.

કૅટરિનાની સાથે થયેલી આ ઘટનાના સ્થળ પર તેમનો પરિવાર હાજર હતો જેમણે આ ઘટનાને કૅપ્ચર કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter