કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું

તો છેલ્લા બે દિવસથી ચાલી રહેલા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઇ વાળાએ કર્ણાટકના સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે. તેમજ બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય અપાયો છે. ભાજપના નેતા યેદિયુરપ્પા ગુરૂવારે સવારે 9-30 વાગ્યે રાજભવન ખાતે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે.

આ અંગે હવે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ પહેલા ભાજપના ધારાસભ્ય અને પ્રદેશ પ્રવક્તા સુરેશ કુમારે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. સુરેશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે બીએસ યેદિયુરપ્પા ગુરુવારના રોજ સવારે 9.30 વાગ્યે રાજ્યભવન ખાતે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજરી આપે. રાજ્યપાલ દ્વારા ભાજપને 21 મે સુધીમાં બહુમતી સાબિત કરવા માટે સમય અપાયો છે. જોકે, ગુરૂવારે યોજાનારા યેદિયુરપ્પાના શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે નહીં.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter