કર્ણાટક: રાજ્યપાલના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસની ધા

કર્ણાટકમાં ભાજપની સરકાર બનતી અટકાવવા માટે કોંગ્રેસે હવે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે. કર્ણાટકના રાજ્યપાલ વજૂભાઈ વાળાએ ભાજપને કર્ણાટકમાં સરકાર રચવા માટે આપેલા નિર્ણયને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

મોડી રાત્રે કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રાર સમક્ષ અરજી કરીને ગુરુવારે યોજાનારી શપથવિધી પર રોક લગાવવાની માંગ કરી છે. કોંગ્રેસે રાજ્યપાલના નિર્ણયને લોકશાહીની હત્યા સમાન ગણાવ્યો છે.

કર્ણાટકમાં સત્તા રચવા મામલે ભાજપ-કોંગ્રેસ આમને-સામને

કર્ણાટકમાં સત્તા રચવા મામલે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપતા કોંગ્રેસ ગિન્નાઈ છે. કોંગ્રેસે આ પગલાને અયોગ્ય ગણાવતા આને લોકશાહીની હત્યા ગણાવી છે. કોંગ્રેસે રાજ્યપાલ વજુભાઈ વાળા પર નિશાન સાધતા તેમને ભાજપના એજન્ટ ગણાવ્યા હતા. જોકે કોંગ્રેસના આક્ષેપના જવાબ આપવા ખુદ કેન્દ્રીય કાયદા પ્રધાન આગળ આવ્યા. રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ અમને લોકશાહીના પાઠ ન ભણાવે. કોંગ્રેસ પોતાના શાસનકાળ દરમ્યાન ભાજપની સરકારોને બરખાસ્ત કરી ચૂકી છે. એટલે ભાજપ સામે આંગળી ચિંધતા પહેલા કોંગ્રેસ સોવાર વિચારે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter