કર્ણાટક વિધાનસભા ચૂંટણી : ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર

ભાજપે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં ભાજપ હાઈકમાને 82 ઉમેદવારો પર મહોર લાગાવી છે.

શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી બેઠકમાં 82 ઉમેદવારોના નામ પર મહોર લાગી છે. ભાજપે આ યાદી કોંગ્રેસે 218 ઉમેદવારની યાદી જાહેર કર્યા બાદ જાહેર કરી છે. આ પહેલા ભાજપે 72 ઉમેદવારની એક યાદી જાહેર કરી હતી. મહત્વનું છે કે, વિધાનસભાની 224 બેઠક પર આગામી 12મી મેના રોજ મતદાન થવાનું છે તો 15મી મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

CRICKET.GSTV.IN

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter