કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ નિર્માણ પામવાની શક્યતા

કર્ણાટકમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ એક સર્વેમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ નિર્માણ પામવાની શક્યતા દર્શાવાઇ છે. ત્યારે ત્રિશંકુની સ્થિતિ નિર્માણ પામે તો જેડીએસ કિંગ મેકરની ભૂમિકામાં જોવા મળી શકે.

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો થવાની સંભાવના છે. પરંતુ સવાલ એ છે કે કર્ણાટકના ચૂંટણી રણમાં વિજેતા બનશે કોણ.

તાજેતરમાં સીએસડીએસ-લોકનીતિના સર્વેમાં તે વાત સામે આવી કે કર્ણાટક ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની શકે છે. પરંતુ સ્પષ્ટ બહુમત કોઇને નહીં મળે. તેવામાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ કે ભાજપે જેડીએસ તરફ નજર દોડાવવી પડી શકે છે. આ સ્થિતિમાં દેવગૌડાની જેડીએસ કિંગ મેકરની ભૂમિકામાં નિભાવી શકે છે. 224 બેઠકો ધરાવતી કર્ણાટક વિધાનસભામાં બહુમતી માટે 113નો આંકડો પ્રાપ્ત કરવો જરૂરી છે. જો કે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં અપક્ષ ધારાસભ્યોનું પણ મહત્વ વધી જશે.

CRICKET.GSTV.IN

રાજકીય નિષ્ણાતો મુજબ જો વિધાનસભામાં ત્રિશંકુની સ્થિતિ સર્જાય તો જેડીએસ તે પાર્ટીને સમર્થન આપી શકે કે જે બહુમતીના આંકડાથી સૌથી વધુ નજીક હોય. જાણકારોનું કહેવું છે કે જો કર્ણાટકમાં ભાજપને જેડીએસના સમર્થનની જરૂર હોય છે ત્યારે આંકડાને ધ્યાને રાખીને જેડીએસ નાયબ મુખ્યપ્રધાન પદ માટે પોતાની દાવેદારી રજૂ કરી શકે. જો કોંગ્રેસ લીડ કરે તો જેડીએસ અને કોંગ્રેસનું જોડાણ સૈદ્ધાંતિક રીતે સંભવ બની શકે. ઉપરાંત જેડીએસનું પણ રાષ્ટ્રીય મંચ પર આવવા માટે હિત છુપાયેલું છે. જો સમર્થનની વાત આવે તો જેડીએસ સિદ્ધારમૈયાના નામ પર અસહમતી વ્યક્ત કરી શકે છે. આ સ્થિતિમાં ઘણા નેતાઓ કોંગ્રેસમાંથી સીએમ પદ માટે દાવેદારી કરી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter