નૅહાના શોમાં કરણે કહ્યું, આ શરતો પર જ કરું છું સૅક્સ

બોલીવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જૌહરે પોતાની સેક્સ લાઇફને લઇને ચર્ચા કરી છે. કરણ જૌહરે અભિનેત્રી નેહા ધૂપિયાના રેડિયો શૉ ”નો ફિલ્ટર નેહા” માં સેક્સ સંબંધી પોતાની રૂચિઓ પર દિલ ખોલીને વાત કરી હતી.

કરણ જૌહરે અભિનેત્રી નેહા ધૂપિયાના જાણીતા રેડિયો શૉ ”નો ફિલ્ટર નેહા” માં સેક્સ સાથે જોડાયેલી કેટલીક વાતો પર નિખાલસ ભાવે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે આ રેડિયો શૉ માં સેક્સને લઇને કંઇ વાત છે, જે તેને ઉત્તેજિત કરે છે અને કંઇ વાત છે, જે તેનો મૂડ ઓફ કરી દે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કરણ જૌહરે પોતાની બાયોગ્રાફી એન અનસૂટેબલ બૉય રિલીઝ કરી હતી. જેમાં તેણે પોતાની સેક્સ લાઇફ સાથે જોડાયેલા કેટલાક મોટો ખુલાસા કર્યા હતા.

સેકસને લઇને કરણે કર્યા આવા ખુલાસા

1. લાઇટો બંધ કરી દો: કરણ જૌહરે કહ્યું કે, વધારે ઝગમગાટ રોશની સેક્સના મામલામાં મૂડ ઓફ કરે છે. એટલા માટે માહોલને રોમાન્ટિક
બનાવવા માટે કાં તો લાઇટ ડિમ હોવી જોઇએ અથવા તે બંધ હોવી જોઇએ.

2. પડદા પાડી દો: સેક્સના મામલામાં કરણ જૌહરનો પસંદગીનો સમય દિવસનો છે. પરંતુ, જો પડદો પાડી દો, અને ઘરમાં શાંતિ હોય તો તે દિવસમાં પણ તૈયાર છે.

3. સવાર-સવારમા પણ ચાલશે: કરણે એમ પણ કહ્યું કે,સવાર-સવારના સમયમાં સેક્સ સૌથી સારું હોય છે.

4. હોટલમાં..: કરણે કહ્યું કે, હોટલમાં કેટલીક વખત લાઇટો બંધ નથી હોતી અને જ્યાં સુધી તમે સ્વિચ શોધશો મારો મૂડ ઓફ થઇ જાય છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter