આખરે ભાજપના આ ભૂતપૂર્વ નેતા જોડાયા કોંગ્રેસમાં, રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત

મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરી છે. આ બેઠકમાં રાહુલ ગાંધીએ કનુ કલસરિયાનું કોંગ્રેસમાં સ્વાગત કર્યુ. અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરી. આ બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ હાજર રહ્યા. કનુ કલસરિયા આગામી લોકસભા ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે. કનુ કલસરિયાને ભાવનગર કે પછી અમરેલી બેઠક પરથી કોંગ્રેસ મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ૧૬-૧૭ જુલાઈ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમ્યાન કનુ કલસરિયા તેમની સાથે પ્રવાસમાં જોવા મળી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter