Movie Review: ‘સિમરન’

‘શાહિદ'(2012), ‘સિટી લાઈટ'(2014), અને ‘અલીગઢ’ (2015) જેવી ફિલ્મ્સ પછી ડિરેક્ટર હંસલ મેહતા કંગના રનૌતને લીડ રોલમાં લઇને કોમેડી ડ્રામા ફિલ્મ ‘સિમરન’ બનાવી છે. આ ફિલ્મમાં એક તરફ જ્યાં નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ બનાવી ચૂકેલા હંસલ મેહતા છે, તો બીજી તરફ 3 વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી કંગના રનૌત. ફિલ્મ રિલીઝ પહેલા જ પ્રમોશન દરમિયાન કેટલીક કોન્ટ્રોવર્સી સાથે જોડાઇ ચૂકી છે. તેમની આ ફિલ્મ રીલિઝ થઈ ગઈ છે ત્યારે કેવી છે આ ફિલ્મ આવો જાણીએ….

સ્ટોરી:

આ વાર્તા અમેરિકામાં રહેતી ડિવોર્સી છોકરી પ્રફૂલ પટેલ (કંગના રનૌત)ની છે, જે પોતાના માતા-પિતા સાથે રહે છે. પ્રફૂલ પટેલ હાઉસકીપર તરીકે હોટલમાં કામ કરે છે અને તેના માતા-પિતાની ઇચ્છા છે કે તે ફરી લગ્ન કરી લે, પરંતુ તેનો વિશ્વાસ સંબંધો પરથી ઉઠી ગયો છે. આ સમયે પ્રફુલની એક ફિમેલ ફ્રેન્ડ્સના લગ્ન લાસ વેગાસમાં થાય છે. જ્યાં તે એક હોટલમાં જુગાર રમતી વખતે પોતાના બધા જ પૈસા હારી જાય છે, તે અંહી જ નથી રોકાતી અને હોટલવાળા પાસેથી ઉધાર પૈસા લઈને જુગાર રમે અને તે પૈસા પણ હારી જાય છે. પોતાની આવકમાં તે ઉધાર ચુકવી શક્તી નથી એટલે તે ચોરી કરવી, બેન્ક લુટવા જેવો કામ કરવાનું ચાલુ કરી દે છે અને આ બધા મુદ્દાને લઇને પ્રફૂલની જિંદગીમાં ઘણા ટ્વિન્સ અને ટર્ન્સ આવે છે, શું પ્રફૂલને સાચો પ્રેમ મળશે? શું પ્રફૂલ તેની ઉધારી ચૂકવી શકશે? આ માટે તમારે ફિલ્મ જોવાની રહેશે.

ડિરેક્શન:

હંસલ મહેતાએ બોલિવુડમાં કેટલીય સફળ ફિલ્મો બનાવી છે. ફિલ્મની શૂટિંગ વિદેશમાં  થઇ છે. ડિરેક્શન સારું છે પરંતુ ફિલ્મની વાર્તા ઠીક છે. ફિલ્મનો પહેલો હાફ દર્શકોને પક્ડી રાખે છે પરંતુ બીજા હાફમાં તે નિરાશ કરે છે. આ ફિલ્મથી હંસલના ડિરેક્શન પર સવાલ ઉભો થયો છે, કેમ કે દર્શકોને તેમની પાસેથી સારી ફિલ્મની અપેક્ષા હતી.

એક્ટિંગ:

ફિલ્મની સ્ટોરી કંગના રનૌત પર જ આધારિત છે. એક વખત ફરી કંગના સાબિત કરી દીધુ છે કે તે બોલિવુડની ક્વીન કઇ એમ જ નથી કહેવાતી, ફિલ્મમાં તેણે શાનદાર એક્ટિંગ કરી છે. કંગના સિવાયના કોઇ પણ કેરેક્ટર ફિલ્મ પછી યાદ રહેતા નથી.

મ્યૂઝિક:

ફિલ્મનું કોઇ પણ ગીત એવું નથી જે સહેલાઇથી યાદ રહી જાય. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ ઓકે છે.

જોવી જોઇએ કે નહીં:

જો તમે કંગના રનૌતની એક્ટિંગના ફેન છો તો આ ફિલ્મ તમારે જરૂરથી એક વખત જોવી જોઇએ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter