Movie Review : Julie 2 – ફિલ્મની કથા કંટાળાજનક, પંકજ ત્રિપાઠીનો અભિનય દમદાર

ફિલ્મ : જૂલી 2

નિર્દેશક : દીપક શિવદસાની

સ્ટાર કાસ્ટ : રાય લક્ષ્મી, પંકજ ત્રિપાઠી, રવિ કિશન, આદિત્ય શ્રીવાસ્તવ

સર્ટિફિકેટ : એ

રેટિંગ : 1.5 સ્ટાર

2004માં ડાયરેક્ટર દીપક શિવદસાનીએ જીલી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં નેહા ધૂપિયા મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મના 13 વર્ષ બાદ તેમણે જૂલી 2 ફિલ્મ બનાવી છે. આ ફિલ્મની કથા જૂલી (રાય લક્ષ્મી)ની છે. તે પોતાની માતા સાથે એક એવા પરિવારમાં રહે છે જ્યાં તેના સાવકા પિતા પણ રહે છે. તે એક ગેરકાયદેસરનું સંતાન છે તેવી જાણ તેને પછીથી થાય છે. જૂલીએ અભિનય અને નૃત્યની તાલીમ લીધી હતી, પરંતુ તેની પાસે કોઇ કામ નથી.

જ્યારે તે કામની શોધમાં નીકળે છે તો નિર્માતા-નિર્દેશક તેને અલગ નજરે જુએ છે. તેના જીવનમાં અલગ લોકોનો પર્વેશ થાય છે. આ દરમિયાન તે ખ્રિસ્તી મહિલા એની પાસે પહોંચી જાય છે. તેને કામ મળવાનું શરૂ થઇ જાય છે. પરંતુ એક સમય બાદ ફરીથી તેની પાસે કામ નથી. ત્યારે તેણે ઘણાં ત્યાગ કરવા પડે છે.

આ દરમિયાન તેણે ઘણી પરિસ્થિતીઓનો સામનો કરવો પડે છે. આ સાથે જ ફિલ્મની કથા આગ વધે છે. આખરે કથામાં એક ટ્વિસ્ટ આવે છે જ્યારે જૂલી એક મહારાણીની બાયોપિક ફિલ્મ ‘દેવી’ કરવા માટે જાય છે. ઘણાં રહસ્યો છતાં થાય છે.

મહારાણીનું મૃત્યુ થાય છે અને ફિલ્મમાં મહારાણીના પતિ પંકજ ત્રિપાઠી, રવિ કિશન અને નિશિકાંત કામતનો પ્રવેશ થાય છે. ત્યાર પછીની કથા જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

શા માટે ફિલ્મ ન જુઓ

ફિલ્મની કથા કંટાળાજનક છે. કથામાં કંઇ નવું નથી. ફિલ્મની કથા ખૂબ જ નબળી છે. આ થ્રિલર ફિલ્મ છે પરંતુ કોઇપણ રીતે આ ફિલ્મ થ્રિલર લાગતી નથી. સવા બે કલાકની ફિલ્મ ત્રણ કલાકથી પણ વધુ લાંબી લાગે છે.

શા માટે ફિલ્મ જુઓ

જો તમને ઇરોટિક ફિલ્મોનો  શોખ હોય અને જો તમને જૂલી ફિલ્મ પસંદ આવી હોય તો તમને આ ફિલ્મ ગમશે. રવિ કિશન અને પંકજ ત્રિપાઠીનું કામ પ્રશંસનીય છે. રાય લક્ષ્મી અને નિશિકાંતનું કામ ઠીક છે. રતિ અગ્નિહોત્રીનું કામ પણ વખાણવા લાયક છે.

બજેટ

આ ફિલ્મનું બજેટ આશરે 9 થી 10 કરોડનું છે. ફિલ્મને વધુ સારી રીતે બનાવી શકાઇ હોત. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે તે જોવું રહ્યું.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage