વૈશ્વિક આતંકવાદી જાહેર થયા બાદ સૈયદ સલાહુદ્દીન ઇસ્લામાબાદમાં જોવા મળ્યો

વૈશ્વિક આતંકવાદી જાહેર થયા બાદ પણ હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાહુદ્દીન પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. વૈશ્વિક આતંકી ઘોષિત થયા બાદ સૈયદ સલાહુદ્દીન પહેલીવાર ઈસ્લામાબાદમાં જાહેરમાં દેખાયો હતો. જ્યાં આતંકીઓની એક રેલી યોજાઈ હતી.

પાકિસ્તાનમાં રહી ભારતમાં આતંકનું સામ્રાજય ચલાવી રહેલા હિઝબૂલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનને ગત મહિને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયો હતો. વૈશ્વિક આતંકી જાહેર થયા બાદ આતંકી સલાહુદ્દીન પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈયદ સલાઉદ્દીન પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં જોવા મળ્યો હતો. ઇસ્લામાબાદમાં આતંકવાદીઓની એક રેલી યોજાઇ હતી. જેમાં સલાહુદ્દીન સહિત કેટલાક આતંકી સામેલ હતા. એટલું જ નહીં આ દરમિયાન જમાત ઉદ દાવાના કમાન્ડર અબ્દુલ રહેમાન મક્કીએ સૈયદ સલાહુદ્દીનને એક ગન ભેટ આપી હતી. અબ્દુલ રહેમાન મક્કી સૈયદ સલાહુદ્દીનનો સાળો છે. આ રેલીમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી મુસ્લિમ લીગના નેતા જફર અલી શાહ પણ દેખાયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકી સૈયદ સલાહુદ્દીનની એક તસવીર પણ સામે આવી છે. આ તસવીરોમાં જમાત-ઉદ-દાવાના કમાન્ડર અબ્દુલ રહેમાન મક્કી સલાઉદ્દીનને એક ગન આપતો જોવા મળે છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની ગણતરીની મિનિટો પહેલા સૈયદ સલાહુદ્દીનને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter