કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને તોડ્યું સીઝ ફાયર, 2 જવાન શહીદ

પાકિસ્તાને કાશ્મીરના પુંછ જિલ્લામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સૌનિકોએ પુંછની કૃષ્ણા ઘાટીને નિશાન બનાવી હતી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિગમાં સેનાના બે જવાન શહીદ થયાં છે.

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે અગ્રિમ વિસ્તારો પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી હતી. જેમાં બે ભારતીય જવાનો શહીદ થયા હતા. જેમા સિપાઈ ટી.કે રેડ્ડી અને અન્ય એક જવાન મહમદ જાહીર શહીદ થયાં છે. આ સિવાય એક નાગરિકનું મોત થયું છે. કૃષ્ણા ઘાટીમા સવારે 10 વાગ્યાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાને 6 ઓક્ટોબરના રોજ રજોરી જિલ્લાના બાબા ખોરી અને અન્ય વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું. સૂત્રોના કહ્યા પ્રમાણે ચાલુ વર્ષે પાકિસ્તાને 12 ઓક્ટોબર સુધીમાં 505 વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter