Jio સાથે મળીને આ કંપની આપી રહી છે ફક્ત રૂ.699માં 4G સ્માર્ટફોન

સ્માર્ટફોન અને ફિચર ફોન નિર્માતા કંપની જીવી મોબાઇલ્સે દુનિયાના સૌથી ઝડપથી આગળ વધી રહેલા મોબાઇલ નેટવર્ક અને સૌથી મોટા ડેટા નેટવર્ક કંપની રિલાયન્સ જિયો સાથે મળીને માત્ર રૂપિયા 699માં 4G Volte સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે.

કંપની તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર રિલાયન્સ જિયો જિવી મોબાઇલ્સનાતમામ 4જી સ્માર્ટફોન પર જિયો ફુટબોલ ઓફર હેઠળ 2200 રૂપિયાનું કેશબેક આપી રહી છે. આ કેશબેક ઓફર હેઠળ આવતા પાંચ બ્રાન્ડ માંથી એક બ્રાન્ડ રિવોલ્યુશન ટીએનટી3 પણ છે, જે ફિચર ફોનથી સ્માર્ટફોન તરફ આગળ વધતા યુઝર્સ માટે દુનિયાનો પહેલો ટચ એન્ડ ટાઇપ સ્માર્ટફોન હાઇબ્રિડ મોડલ લઇને આવશે.

જિવિ મોબાઇલ્સના સીઇઓ પંકજ આનંદે જણાવ્યું કે જિવિમાં એક કંપની તરીકે અમે ગ્રહકોને નવી ટેક્નોલોજી આપવા માટેની તકો ઉપલબ્ધ કરાવવા માટેના સિદ્ધાંત પર વિશ્વાસ કરીએ છે.

તેમણે જણાવ્યું કે ગ્રામીણ ક્ષેત્રોમાં 4જી ટેકનીકના પ્રસાર અને સ્માર્ટફોનની વધતી માંગને ધ્યાનમાં લેતા અપણે આપણા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને સમજવા અને તે અનુસાર ઉત્પાદન લાવવું જરૂરી છે.

આનંદે જણાવ્યું કે રિલાયન્સ જિયો સાથે પાર્ટનરશિપ છેવાડા સુધી સંચારના સાધન પહોંચાડવાના અમારા લક્ષ્યને હાસેલ કરવાની દિશામાં યોગ્ય પગલું છે. રિલાયન્સ જિયો દ્વારા આપવામાં આવેલા કેશબેકની મદદથી અમે અમારા ગ્રાહકોને 4G Volte સ્માર્ટફોન રૂપિયા 699ની અસરકારક કિંમતે ઉપલબ્ધ કરાવી શકીશું.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter