Jioનો વધુ એક ધમાકો, સસ્તા દરે લૉન્ચ કરી આ પ્રોડક્ટ

રિલાયન્સ જિયોએ સસ્તા દરે ટેરિફ પ્લાન લૉન્ચ કરીને ટેલિકોમ સેક્ટરમાં હડકંપ મચાવી દીધા બાદ વધુ એક પ્રોડક્ટ લૉન્ચ કરી છે. હવે કંપનીએ ભારતીય બજારમાં પોતાના JioFi લાઇનઅપનો વિસ્તાર કર્યો છે.  તેમાં કંપનીએ JioFi 4G LTE હૉટસ્પૉટ ડિવાઇસને લૉન્ચ કરી છે. તેની કિંમત 999 રૂપિયા છે.  જિયોએ નવા મૉડલને JioFi JMR815  નામ આપ્યું છે. જો તમે તેને ખરીદવા માટે ઇચ્છુક હોય તો તમે તેને  ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. સાથે જ કંપની એક વર્ષની વોરંટી આપી રહી છે. તેની ડાઉનલોડ સ્પીડ 150mbps અને અપલોડ સ્પીડ 50 mbps છે.

Jio का एक और धमाका, सस्ते दामों में लॉन्च किया यह प्रोडक्ट

જિયોએ પોતાના આ ડિવાઇસને ડિઝાઇન્ડ ઇન ઇન્ડિયા ટેગ લાઇન આપી છે. નવા JioFi  મૉડલને ગોળાકાર ડિઝાઇન આપવામાં આવી છે. અગાઉનું JioFi લંબગોળ આકારનું હતું. તેમાં પાવર ઑન/ઑફ અને વાઇફાઇ પ્રોટેક્ટેડ સેટઅપ જેવા ફિઝિકલ બટન છે. તેમાં બેટરી, 4G અને Wi-Fi સિગ્નલ માટે નોટિફિકેશન લાઇટ આપવામાં આવી છે.

તેમાં એક જ વખતમાં 32 યુઝર્સ કનેક્ટ કરી શકે છે. તેમાં 31 વાઇ-ફાઇના માધ્યમ દ્વારા અને યૂએસબી દ્વારા કનેક્ટ થઇ શકે છે. કનેક્ટ થયાં બાદ સ્માર્ટફન્સ પર જિયો ફોરજી વોઇસ એપ દ્વારા એચડી વોઇસ એને વિડિયો કોલ્સ કરી શકાશે. આ ઉપરાંત તેમાં ALT3800 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે FDD-Band 3, Band 5 और TDD-Band 40ને સપોર્ટ કરે છે. તેમાં જિયોફાઇ કાર્ડ સ્લૉટ આપવામાં આવ્યો છે. તેની સ્ટોરેજને 64જીબી સુધી એક્સપાન્ડ કરી શકાશે.

જિયોફાઇમાં 3000mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેને એકવાર ફુલ ચાર્જ કર્યા પછી તે સતત સાડા ત્રણ કલાક સુધી કામ કરી શકે છે. ઓરિજિનલ જિયોફાઇને 2300mAhની બેટરી સાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું. હાલ તેને જિયોની વેબસાઇટ Jio.com પર સ્થાન આપવામાં આવ્યું નથી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter