ખરીદવા ઇચ્છો છો JioPhone? ઘરે બેઠા આ રીતે કરો બુક

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 40મી એન્યુઅલ જનરલ મીટિંગમાં JioPhone લોન્ચ કર્યો. જોકે 15 ઓગસ્ટથી સિલેક્ટેડ ગ્રાહકોને ટ્રાયલ માટે ઉપલબ્ધ થશે. JioPhone માટે 24 ઓગસ્ટથી પ્રી-બુકિંગ કરવામાં આવશે અને ગ્રાહકોને 1 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.

ગ્રાહકો JioPhoneની પ્રી-બુકિંગ MyJio એપ અને જિયોના રિટેલ સ્ટોર પર જઇને 24 ઓગસ્ટથી ખરીદી શકે છે.JioPhoneની કિંમત 0 રાખવામાં આવી છે. જોકે સિક્યોરિટી માટે કંપની ગ્રાહકો પાસેથી 1500 રૂપિયા લેશે જેને 3 વર્ષ બાદ રિફન્ડ કરવામાં આવશે.

આ JioPhoneને આકાશ અને ઇશા અંબાણીએ લોન્ચ કર્યો, આ ફોનના ફિચર વિશે વાત કરવામાં આવે તો વૉઇસ કમાન્ડને સપોર્ટ કરશે. આ ફોનમાં 2.4 ઇંચ QVGA ડિસ્પ્લે, માઇક્રો SD કાર્ડ સ્લોટ, ટોર્ચ લાઇટ, FM રેડિયો, પેનિક બટન અને 22 ભાષાઓને સપોર્ટ કરશે. આ ફોન 4G સપોર્ટની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

આ ઇન્ટેલિજન્ટ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 2 મેગાપિક્સલ રિયર કેમેરા, ફન્ડમાં VGA  કેમેરા, 4GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 512MB RAM આપવામાં આવશે. આ ફોનની સૌથી મોટી ખાસિયત છે કે JioPhoneને JioTV અને JioCinema કન્ટેન્ટને મોટા સ્ક્રીન પર દેખવા મળશે અને કોઇ પણ TVની સાથે કનેક્ટ કરી શકાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter