JIO  લઇને આવ્યું નવી સેવા, મળશે ફક્ત જિયો યુઝર્સને લાભ

રિલાયન્સ જિયોએ પોતાના કન્ટેન્ટ પ્લેટફોર્મ જિયોસિનેમાના વેબ વર્ઝનની ઘોષણા કરી હતી. હવે જિયોએ કોઇપણ પ્રકારના શોરબકોર વિના પોતાના બીજા કન્ટેન્ટ પ્લેટફોર્મ જિયો ટીવીનું પણ વેબ વર્ઝન લોન્ચ કર્યું હતું.

વેબ વર્ઝનના ઇન્ટરફેસ એન્ડ્રોઇડ માટેના જિયોટીવીના ઇંટરફેસ સાથે મેળ ખાય છે. અહીં ચેનલની લાઇન બેસ્ડ ઇન્ટરફેસમાં ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. સાથે જ યુઝર્સ એસડી અને એચડી ચેનલ વચ્ચે ટોગલ પણ કરી શકાય છે. ડિયોટીવીના વેબ વર્ઝનનો આનંદ લેવા માટે યૂઝર્સે જિયો એકાઉન્ટની ડિટેઇલ આપવી પડશે. આ સેવાનો આનંદ લેવા માટે ફક્ત જિયો 4જી સિમ કાર્ડ યુઝર્સ જ લઇ શકશે.

જિયો ટીવી દ્વારા પાછલા 7 દિવસોનું કન્ટેન્ટ પણ જોઇ શકાય છે. ભારતીય ટેલિકોમ ઓપરેટર્સ વચ્ચે રિલાયન્સ જિયોની જિયોટીવી સેવાનું મોટુ નામ છે. હાલ જિયો ટીવીમાં 550થી વધુ ચેનલો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter