Jio લાવ્યું છે Apple વોચ સીરીઝ 3, ઘડિયાળમાં મળશે મોબાઈલ જેવા ફીચર્સ    

એપ્પલ વોચ સીરીઝ-3 સેલ્યૂલર ફોનની ખૂબીઓ સાથે લોન્ચ કરવામાં આવી છે. કોલ કરવા અને રિસિવ કરવાનું કામ હવે તમારી ઘડિયાળ કરશે. એપ્પલ વોચ સીરીઝ-3માં ગ્રાહક ઈન્ટરનેટ, એસએમએસ અને ઘણા બીજા એપ્સનો પણ ઉપયોગ કરી શકશે અને તે પણ વગર આઈફોને. એટલે કે જો તમારો ફોન તમારા પાસે નહીં પણ હોય તો પણ તમે એપ્પલ વોચ દ્વારા ફોનના કામ કરી શકશો.

અમતો એપ્પલ વોચ 3G અને 4G બંને નેટવર્ક પર ચાલશે પરંતુ 4G પર તે વધુ સારું રીઝલ્ટ આપશે. ભારતમાં જીઓ એકમાત્ર ઓલ 4G ઓપરેટર છે. બીજા ટેલીકોમ ઓપરેટર્સના નેટવર્ક્સનો મોટો હિસ્સો 2G પર ચાલે છે. જેના પર એપ્પલની નવી વોચ નહીં ચાલે. માટે જીયો નેટવર્ક એપ્પલ માટે પરફેક્ટ નેટવર્ક છે. એપ્પલ વોચ સીરીઝ-3 આઈફોન 6S અથવાતો એનાથી નવા મોડલ પર જ કામ કરશે.

એપ્પલ વોચ સીરીઝ-3 માટે જીયોએ ‘JioEveryWhereConnect’ સર્વિસ લોન્ચ કરી છે. “JioEveryWhereConnect” સર્વિસ જીયો ગ્રાહકો માટે ફ્રી હશે. આ સર્વિસમાં જીયો ગ્રાહક પોતાના આઈફોન અને એપ્પલ વોચ સીરીઝ-3 પર એક જ જીયો નંબરનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત પ્રી ઓર્ડર પર જીયો ગ્રાહકોને આ વોચ લોન્ચના દિવસે જ મળી જશે. 4મે 2018થી પ્રી બુકિંગ શરૂ થઇ જશે. બુકિંગ www.jio.com, રિલાયન્સ ડિજિટલ અને જીયો સ્ટોર પર કરી શકાશે. 11મેથી એપ્પલ વોચ સ્ટોર્સમાં ઉપલબ્ધ હશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter