Jioની ડબલ ધમાકા ઑફર, આ પ્લાનમાં હવે દરરોજ મળશે 4.5GB ડેટા

ટેલિકોમ સેક્ટરમાં તહેલકો મચાવનાર રિલાયન્સ જિયોએ તાજેતરમાં જ ડબલ ધમાકા ઑફર લૉન્ચ કરી છે, જે એક લિમિટેડ પિરિયડ ઑફર છે. આ ઑફરમાં જિયોના દરેક પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા આપવામાં આવી રહ્યો હતો પરંતુ હવે આ પ્લાનને અપડેટ કરવામાં આવ્યો છે. 299 રૂપિયાના આ પ્લાનમાં હવે યુઝર્સને દૈનિક 3જીબીના બદલે 4.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.

આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કૉલિંગ અને 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવશે. સાથે જ યુઝર્સેને દૈનિક 4.5 જીબી ડેટા પણ આપવામાં આવશે. આ ઉપરાતં તેમાં જિયો ટીવીની એક્સેસ પણ આપવામાં આવી રહી છે જેમાં યુઝર્સ ફિફા 2018નું લાઇવ સ્ટ્રીમીંગ જોઇ શકે છે.

જિયોના 299 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને પહેલા 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો હતો અને હવે આ ડબલ ધમાકા ઑફરમાં યુઝર્સને 1.5 જીબી વધુ ડેટા આપવામાં આવશે. એટલે કે 28 દિવસનમી વેલિડિટી સાથે યુઝર્સ કુલ 126જીબી ડેટાનો લાભ લઇ શકશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter