વર્લ્ડ નંબર – 1 બુમરાહનો અનોખો રેકોર્ડ, દિગ્ગજોને છોડ્યા પાછળ

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઇસીસીની રેકિંગમા છવાઇ ગયો છે. વર્તમાન બોલિંગ રેકિંગમાંમાં બુમરાહ અફગાનિસ્તાના લેગ સ્પિનર રાશિદ ખાનની સાથે સંયુક્ત રૂપે નંબર-1 પર છે. બન્ને સમાન રેટિંગ (787) ધરાવે છે. તેની સાથે 24 વર્ષના બુમરાહે એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે.

વનડેમાં પર્દાપર્ણ બાદ સૌથી ઓછી ઉંમરમાં ભારતીય બોલર્સના આઇસીસી રેકિંગમાં ટોપ પર પહોંચવાની વાત કરીએ તો બુમરાહે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે વનડેમાં ડેબ્યૂથી 755 દિવસોની અંદર આ ઉપલબ્ધિ મેળવી છે. જ્યારે રવીન્દ્ર જાડેજા 1635 દિવસોમાં નંબર-1 પર પહોંચ્યા હતા. બુમરાહે પોતાની પહેલી વનડેમાં 23 જાન્યુઆરી 2016 રમ્યો હતો.

755 દિવસ – જસપ્રીત બુમરાહ

1635 દિવસ – રવીન્દ્ર જાડેજા

1797 દિવસ – મનિંદર સિંહ

2387 દિવસ – અનિલ કુંબલે

3812 દિવસ – કપિલ દવે

બુમરાહે 37 વનડેમાં 64 વિકેટ હાંસલ કર્યા છે. રસપ્રદ વાત છે કે રાશિદ ખાને પણ અત્યાર સુધીમાં 37 વનડે રમી ચુક્યો છે અને અત્યાર સુધીમાં 86 વિકેટ લઇ ચુક્યો છે. રાશિદ 37 વનડે બાદ સૌથી વધારે વિકેટ લેવાના મામલે સકલેન મુશ્તાક અને મિશેલ સ્ટાર્કને પાછળ છોડી ચુક્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter