જામનગર: ધ્રોલ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં વિસ્ફોટ, 1 પોલીસ કર્મચારી ઘાયલ

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના મુદામાલ રૂમમાં વિસ્ફોટ થતા અફરા-તફરી મચી ગઈ. મુદામાલ રૂમમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના કારણે રૂમમાં આગ લાગી ગઈ. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, મુદામાલ રૂમનું નામો-નિશાન મટી ગયું. અને તેનો અવાજ દૂર દૂર સુધી સાંભળ્યો હતો.

વિસ્ફોટના કારણે મુદામાલ રૂમ જમીનદોસ્ત થઈ ગયો. વિસ્ફોટના કારણે આગ લાગી હતી. વિસ્ફોટમાં એક પોલીસ કર્મચારીને ઈજા થઈ છે. જેને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે પોલીસે આ વિસ્ફોટ કયાં કારણે થયો તે અંગે વધુ તપાસ માટે એફએસએલની ટીમની મદદ લીધી છે. વિસ્ફોટના પગલે પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મુદામાલ રૂમની બાજુમાં વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે. જેથી પ્રથમ દ્રષ્ટિએ વીજ ટ્રાન્સફોર્મરમાં ઘડાકો થયો હોવાનું બહાર આવ્યું હતું. જોકે તપાસ બાદ ટ્રાન્સફોર્મર સલામત હોવાનું અધિકારીઓએ જણાવ્યુ હતું.  ત્યારે આ બ્લાસ્ટ કયાં કારણે થયો તે અંગે કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter